મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 


SHARE







બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 

મોરબીમાં જેતપર ગામે વીજ પોલ અને લાઈનના વળતર બાબતે ખેડૂતો હાલમાં આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને છાવણી ખાતે જે કાર્યક્રમ કરવામાં આવે છે તે ગુજરાતનાં દરેક જિલ્લાના ખેડૂતો સુધી પહોચે તેના માટે ગામના ખેડુતો દ્વારા “ખેડૂત ક્રાંતિ સંગઠન” નામના જુદાજુદા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને તેમાં બધી જ માહિતી મૂકવામાં આવતી હતી જો કે, આંદોલનની માહિતી બીજા જિલ્લાના ખેડૂતો સુધીન પહોચે તેના માટે ખેડૂતોએ બનાવેલ વોટ્સએપ ગ્રુપના એડમીનનું એકાઉન્ટ એક નહીં ત્રણ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેથી તંત્રની બેધારી નીતિના લીધેલ ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા માટે ખેડૂતો દ્વારા જુદાજુદા કાર્યક્રમ કરવામાં આવે છે જો કે, ઉપવાસી છાવણી ખાતે શું ચાલી રહ્યું  છે તેની માહિતી ગુજરાતનાં તમામ જિલ્લાના ખેડૂતોને આપવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને વોટ્સએપના જુદાજુદા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને તેમાં આંદોલનની માહિતી મૂકવામાં આવતી હતી જો કે, અત્યાર સુધીમાં 3 વખત વોટ્સએપ ગ્રુપના એડમીનનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે જેથી કરીને ખેડૂત ક્રાંતિ સંગઠનના ધવલ જાકાસણીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, “મારું વોટ્સએપ એકાઉન્ટ ત્રીજી વાર બંધ કર્યું છે. આ પહેલાં મારું પર્સનલ વોટ્સએપ બંધ થયું હતું, ત્યારબાદ મારા કારખાનાનું વોટ્સએપ એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું એટલું જ નહીં, ખેડૂત ક્રાંતિ સંગઠનનું ફેસબુક પેજ બનાવ્યું હતું, તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેને માંડ-માંડ રીજોઈન કરીને પાછું મેળવ્યું હતું. ત્યાં પાછું વોટ્સએપ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, ધવલ જાકાસણીયા ખેડૂત ગ્રૂપોમાં મુખ્ય એડમિન છે અને વારંવાર તેને ટાર્ગેટ કરવામાં આવે છે તેના પાછળ સરકારનો હાથ છે કે પછી બીજા કોઈનો તે તપાસનો વિષય છે. જો કે, સોશ્યલ મીડિયાના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે તો પણ ખેડૂત ક્રાંતિ સંગઠન બંધ થવાનું નથી અને ખેડૂતોના હક્ક અને ન્યાય માટે સંઘર્ષ ચાલુ જ રાખવામા આવશે તેવું ધવલ જાકાસણીયાએ જણાવ્યુ છે. ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને મંત્રાણા કરવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે અને બીજી બાજુ ખેડૂતોના આંદોલનની માહિતી ગુજરાતનાં બીજા ખેડૂતો સુધી ન પહોચે તેના માટે વોટ્સએપ બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.






Latest News