મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE









મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભમાં વીજ વાયર નાખવા માટેની કામગીરી કરવામાં આવેલ છે જો કે, યોગ્ય રીતે જમીનમાં વાયર નાખવામાં આવે તેના માટે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી અને કડિયા બોર્ડિંગ આસપાસમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. જેથી કરીને ચોમાસમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ભૂગર્ભમાં વાયરો નિયમ મુજબ ઊંડા નાખવામાં આવે તેવી માંગ કરી છે. અને જો તંત્ર દ્વારા બેદરકારી રાખવામા આવશે અને કોઈપણ જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવી ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારી છે.




Latest News