મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ


SHARE







શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ

ઉનાળાના આકરા તાપમાં રાહદારીઓ, શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવાના શુભ આશયથી શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા સરદારબાગ સામે (ઓમવીવીઆઇએમ કોલેજ સામે ગ્રાઉન્ડ ) ઠંડા પીણાં, સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.સવારે ૧૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલેલા આ સેવાકાર્યમાં ગ્રુપના યુવાનોએ ઉત્સાહભેર સેવા આપી હતી.આશરે ૩૦૦૦ થી વધુ ઠંડા-પીણાં સરબતના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીથી ત્રસ્ત નાગરિકો, રીક્ષા ચાલકો, બસ મુસાફરો અને મજૂર વર્ગે આ સેવાનો લાભ લીધો અને આયોજકોનો આભાર માન્યો હતો.

શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, ધર્મભાઈ રાવલે જણાવેલ કે "માનવ સેવા એ જ પ્રભુ સેવા છે.ગરમી-તડકાંમાં પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે માટે આ બાબતને ધ્યાને રાખી આ આયોજન કરવામાં આવેલ.આ સાથે ભગવાન શ્રી પરશુરામના આદર્શોને ધ્યાનમાં રાખી અમારું ગ્રુપ હંમેશા સમાજ ઉપયોગી કાર્યો કરતું રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પરશુરામ યુવા ગ્રુપના તમામ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News