મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા


SHARE







મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાના સામેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં  યુવાનને ઘૂંટણ નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું અને પગનો એક અંગૂઠો કપાઈ ગયો હતો તેમજ કોણીનો ગોળો તૂટી ગયો હતો અને દાંત તથા આંખ પાસે પણ ઈજાઓ થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ  નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

માળિયા ફાટક ચોકડી પાસે વસુંધરા હોટલની પાછળના ભાગમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં મસ્જિદની બાજુમાં રહેતા સલીમભાઈ હાજીભાઈ પલેજા (51એ કાર નંબર જીજે 36 એપી 7594 ના ચાલક સુમિતભાઈ ચતુરભાઈ કૈલા રહે, ઘુટું વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો મકબુલ પોતાનું બાઈક નંબર જીજે 36 સી 6127 લઈને ગત તા. 19/6 ના રોજ બપોરે 2:15 વાગ્યાના અરસામાં જુના ઘુટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં મકબુલને જમણા પગના ઘૂંટણની નીચેના ભાગમાં ફ્રેક્ચર, પગનો અંગૂઠો કપાઈ ગયો, જમણા હાથની કોણીનો ગોળો તૂટી ગયો, દાંત અને જમણી આંખ પાસે ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News