મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!


SHARE









મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી !

મોરબીની રફાળેશ્વર ચોકડીથી આગળના ભાગમાં જીઆઇડીસી પાસે યુવાને પોતાની રિક્ષા ઉભી રાખી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેની રીક્ષાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને બે લાખની રિક્ષાની ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં આઈ 2 બ્લોક નંબર 220 માં રહેતા જયદીપભાઇ ચંદુભાઈ ચાવડા (20)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ચોકડીથી આગળ જીઆઇડીસી પાસે પોલીસ હેડ કવાર્ટરના ખૂણા નજીક તેણે પોતાની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 4543 પાર્ક કરીને મૂકી હતી તે બે લાખ રૂપિયાની કિંમતની રીક્ષાની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News