મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સફાઈકર્મીઓને મહિલાઓ અને બાળકોના અધિકારો, વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય જાળવણી, કાર્યસ્થળે સુરક્ષા તેમજ સામાજિક જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સફાઈકર્મીઓને પોતાના અધિકારો અને ફરજો અંગે માહિતગાર કરી સુરક્ષિત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા સફાઈકર્મીઓમાં આરોગ્ય, સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ વધે છે તેમજ તેઓ સરકારી યોજનાઓનો વધુ અસરકારક લાભ મેળવી શકે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ હાજરી આપી હતી અને માર્ગદર્શનનો લાભ લીધો હતો






Latest News