વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 


SHARE







મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 

દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિઓને નવી ઊર્જા આપવા માટે પ્રસ્થાપિત કરાયેલી સહકાર થી સમૃદ્ધિની ઉદાત્ત ભાવનાને સાકાર કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં એક પેડ મા કે નામઅભિયાન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અભિયાનમાં જિલ્લાની સહકારી સંસ્થાઓએ પર્યાવરણ સંવર્ધન માટે ઉત્સાહ દાખવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં કાર્યરત વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના પરિસરમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.  સમગ્ર જિલ્લામાં સહકારિતાનો સંદેશ પહોંચાડવા અને સહકારી ક્ષેત્રના માધ્યમથી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધવાના મુખ્ય હેતુ સાથે આ સઘન વૃક્ષારોપણ અભિયાન યોજાયો હતો તેવું મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવ્યુ છે






Latest News