મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ


SHARE









નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ

રાજ્યભરના તમામ આરોગ્ય કેન્દ્રો-મંદિરો સ્વચ્છ અને સુવિધાજનક બને તેવા ઉમદા આશય સાથે મોરબી ખાતે ૭ દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સામુહિક સ્વચ્છતા મહાઅભિયાન શુભારંભનો કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી આયોજિત ‘નમો સ્વચ્છતા અભિયાન’ના રાજ્યવ્યાપી લોન્ચિંગ કાર્યક્રમનું ઉપસ્થિત તમામ મહાનુભાવો, તબીબો અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ હોસ્પિટલ્સ અને આરોગ્ય મંદિરોમાં વ્યાપક સફાઈ સુનિશ્ચિત કરી દર્દીઓ તેમજ સામાન્ય જનતાને વધુ સારી, આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવાનો છે. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.વી. શ્રીવાસ્તવે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા, મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ વિશ્વાસ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, સ્થાનિક પદાધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલનો સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.




Latest News