મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર


SHARE







મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગુજરાતમાં આજની તારીખે મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનની ઠેરઠેર ચર્ચા ચાલી રહી છે અને આંદોલનને ગામોગામથી સમર્થન પણ મળી રહ્યું છે ત્યારે ખેડૂતોની માંગણી સંતોષાય અને આંદોલન પૂરું થાય તેના માટે ટંકારાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની માંગણીઓને સંતોષવા માટેની ભલામણ કરવામાં આવી છે અને ખેડૂતોની માંગણીઓ સંતોષાય જશે એટ્લે આંદોલન પૂરું થઈ જશે તેવી ધારાસભ્ય દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન 15 દિવસથી ચાલી રહ્યું છે ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ખેડૂતોના આંદોલનને લઈને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની માંગણીઓને સંતોષવા માટેની ભલામણ કરી છે હાલમાં જે પત્ર ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈનના યોગ્ય વળતર માટે ખેડૂતો પીડાઈ રહ્યા છે અને ખેડૂતો પોતાના કામ ધંધા મુકીને આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે, ટેલીગ્રાફ એક્ટ 1885 કલમ 10 (d) માં લખેલ છે કે TSP કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકશાન કરવાનું અને થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકશાન ટેલીગ્રાફ ઓથોરીટી (TSP કંપની) એ ચૂકવવાનું રહેશે. ગુજરાત ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત હિતેચ્છુ એવો પરિપત્ર બનાવે જેથી ટેલીગ્રાફ એક્ટ 1985 કલમ 10 (d) મુજબ સંપૂર્ણ નુકશાની વળતર મળી રહે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા તા. 14/6/24 અને 21/3/25 ના પરિપત્રથી જે ગાઈડલાઈન બનાવવામાં આવેલ છે તેમાં સુધારા કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે તેમ છે. હાલમાં ધારાસભ્યએ લખેલ પત્ર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને મોકલાવવામાં આવેલ છે અને ખેડૂતોની જે માંગણી છે માંગણી પૂરી કરવા માટેની ભલામણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે તેમજ હાલમાં જે આંદોલન છે તે વીજ કંપની પાસેથી વળતર માટેનું છે અને સરકાર નવી નીતિ જાહેર કરશે એટ્લે આંદોલન સમેટાઇ જશે તેવી લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરી છે.






Latest News