મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી કૈલાસ સોસાયટીમાંથી આધેડ અને વાડી વિસ્તારમાંથી યુવતી ગુમ


SHARE







મોરબી કૈલાસ સોસાયટીમાંથી આધેડ અને વાડી વિસ્તારમાંથી યુવતી ગુમ

મોરબીમાં આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા આધેડને તેના પત્ની સાથે બોલાચાલી થઈ હતી જેથી તેઓ ઘરેથી નીકળી ગયેલ હતા અને તેનો કોઈ જગ્યાએથી પત્તો ન લાગતા પોલીસ સ્ટેશનમાં ગુમસુધા ફરિયાદ આપવામાં આવી છે આવી રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતી યુવતી પોતાના ઘરેથી તમામ ડોક્યુમેન્ટ અને તેના કપડા લઈને નીકળી ગયેલ હોય અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગ્યો ન હોવાથી ગુમસુધા ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના ભાઈ દ્વારા આપવામાં આવેલ છે જેથી પોલીસવ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબીમાં નીલકંઠ સોસાયટી પાસે આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતા અનુપકુમાર સચ્ચિદાનંદરાય (53) નામના આધેડને તેઓના પત્ની સાથે ઘરે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને તેનો કોઈ જગ્યાએથી પતો નથી લાગતા આધેડના દીકરા અભિષેકભાઈ અનુપકુમાર (26)એ તેના પિતા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા આધેડને શોધવા માટે તેને તજવીજ હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે વાડી વિસ્તારમાં રહેતા જયેશભાઈ લાલજીભાઈ હડિયલ (27) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના બહેન રસીલાબેન લાલજીભાઈ (23) પોતાના ઘરેથી ગત તા 1/7 ના રોજ સવારે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના તમામ ડોક્યુમેન્ટ તથા બે ત્રણ જોડી કપડા લઈને નીકળી ગયેલ છે અને તે ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં યુવતીના ભાઈએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે

એક બોટલ દારૂ
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ બિલવા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ સાથે આનંદકુમાર દિલીપભાઈ ઘરસંડીયા (30) રહે. હરિ ગુણ રેસીડેન્સી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.  #morbi #મોરબી






Latest News