​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીના લાલપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન રૂમમાં હતો ત્યારે ત્યાં તેને કોઈ કારણોસર  ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ જેડ વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો (43) નામનો યુવાનો પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મયુરભાઈ અઘારા રહે. લાલપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ થઇ હતી. #morbi #મોરબી




Latest News