મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE







મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીમાં આવેલ રામપ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિના ઘરે પાણી આવતું ન હતું ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે તેને પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું જે બાબતનો ખા રાખીને આધેડની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેને માથાના ભાગે લાકડાના ધોકા મારીને તેમજ ધારિયા જેવુ હથિયાર પેટ અને હાથના ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર ગામ નજીક રવાપર રેસીડેન્સી સામે આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રમેશભાઈ ત્રીકમજીભાઇ શેરસીયા (57એ હાલમાં સંજયભાઈ મોતીભાઈ રાજપરા અને મોતીભાઈ રાજપરા રહે. બંને રામપ્રસાદ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે સંજયભાઈના ઘરે પાણી આવતું ન હતું જેથી ફરિયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું.જે આરોપીઓને સારું નહીં લાગતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ રાત્રિના સમયે એપાર્ટમેન્ટની બહારના ભાગમાં શેરીમાં ફરિયાદી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને સંજયભાઈએ ધોકાના ત્રણ ઘા ફરિયાદીને માથામાં માર્યા હતા.જ્યારે મોતીભાઈએ ધારિયા જેવું હથિયાર ફરિયાદીને હાથ અને પેટમાં માર્યું હતું અને ઈજા કરી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News