મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો


SHARE









હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો

હળવદના ભવાની નગર ઢોરો ત્રણ માળીયા નજીક રહેતો યુવાન અન્ય વ્યક્તિ સાથે બોલાચાલી કરનારને સમજાવવા માટે ગયો હતો જે બાબતનું મન દુઃખ રાખીને સામે વાળા યુવાનના ઘર પાસે આવ્યા હતા અને યુવાનને ગાળો આપીને પાઇપ વડે કપાળના ભાગે માર માર્યો હતો તેમજ શરીરે ધોકા વડે માર મારીને ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ભવાનીનગર ઢોરા પાસે આવેલ ત્રણ માળિયા નજીક રહેતા રાકેશભાઈ ધનજીભાઈ ધામેચા (38) એ મેહુલભાઈ ઉર્ફે મેહલો દિનેશભાઈ કોળી તથા દિનેશભાઈ કોળી રહે.બંને ભવાનીનગર ઢોરો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મેહુલભાઈ તથા સાહેદ વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ફરિયાદી આરોપીને સમજાવવા માટે જતા તેનું મન દુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ મેહુલભાઈએ હાથમાં રહેલ પાઇપથી ફરિયાદીને કપાળના ભાગે માર મારીને ગંભીર ઇજા કરી હતી જ્યારે દિનેશભાઈએ હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News