મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના મોડપર ગામે રહેતા યુવાન સાથે ફોન ઉપર એકાદ મહિના પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ફોન કરીને પીપળીયા ચાર રસ્તે બોલાવવામાં આવ્યો હતો જો કે, યુવાન ત્યાં ગયો ન હતો જેથી સામેવાળો શખ્સ યુવાનના ઘર પાસે આવ્યો હતો અને ગાળો બોલીને યુવાનને બે થી ત્રણ ઝાપટો મારી હતી તેમજ ત્યાં હાજર રહેલ મહિલાનું બાવડું પકડીને તેને ધક્કો મારીને પાડી દેવામાં આવી હતી આટલું નહીં પરંતુ પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ કરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના મોડપર ગામે દેવીપુજકવાસમાં રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકી (28) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા રહે.પીપળીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પતિને આશરે એકાદ મહિના પહેલા ફોન ઉપર આરોપી સાથે બોલાચાલી થઈ હતી.બાબતનો ખારાખીને આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરીને પીપળીયા ચાર રસ્તે બોલાવતા ફરિયાદીના પતિ પીપળીયા ચાર રસ્તે ગયા ન હતા.જેથી આરોપી તેઓના ઘર પાસે આવેલ અને ત્યાં ગાળો બોલતો હતો અને ફરિયાદીના પતિને બે-ત્રણ જાપટો મારી હતી તેમજ સાહે આશાબેનને બાવડું પકડીને ધક્કો મારીને પાડી દીધા હતા અને પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News