મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાં માટી ખાતામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે લોડરના ચાલકે યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પાનસિંહ ગણેશભાઈ ભીલ (40) એ લોડર નંબર જીજે 36 એસ 3026 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ કલેરોક સિરામિક કારખાનામાં તેમનો દીકરો નારાયણસિંહ ભીલ (20) માટી ખાતાની અંદર કામ કરી રહ્યો હતો દરમિયાન કામ કરતાં સમયે લોડરના ચાલકે ફરિયાદીના દીકરાને હડફેટે લેતા તેને માથા તેમજ પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી નારાયણસિંહનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ  સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News