મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ


SHARE







તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખે છે ? તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાન સાથે “તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખે છે” તેવું કહીને  બોલાચાલી કરી હતી અને બાદમાં છરી વડે હુમલો કરીને યુવાનને છાતીના ભાગે છરી મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઇ બારોટ (25મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ રહે.બન્ને માળિયા વનાળીયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને આરોપીએ કહ્યું હતું કે “તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે” ત્યારે ફરિયાદએ કહ્યું હતું કે “મેં દરવાજો તોડેલ નથી” જેથી દિલીપભાઈ રાઠોડ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને છાતીના ભાગે છરી વડે ઇજા કરી હતી જ્યારે નિલેશભાઈ રાઠોડએ ફરિયાદીને પગના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી કમલેશ ઉર્ફે નિલેશભાઈ હીરાભાઈ બાંભણવા (28) એ પંકજભાઈ પાલાભાઇ બારોટ અને દિનેશભાઈ પાલાભાઈ બારોટની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ ફરિયાદીના ભાભી સાથે બોલાચાલી કરી હતી અને તેને ફરિયાદી બોલાચાલી કરવાની ના કહેતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યાર બાદ  દિનેશભાઈ બારોટે ફરિયાદીને પાછળથી પકડી રાખ્યો હતો અને પંકજભાઈ બારોટે છરી કાઢતા ફરિયાદીએ છરી પકડવા જતા જપાજપીમાં પંકજભાઈ બારોટે ફરિયાદીને છાતી, ડાબા ખભા, ડાબા હાથમાં કાંડાથી કોણીની વચ્ચે છરીના ઘા મારીને ઇજાઓ કરી હતી અને લાકડાના ધોકા વડે જમણા પગમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News