મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના 8 સિરામિક ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ 1.62 કરોડની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપી પકડાયો તે કેમ મારા ઘરનો દરવાજો તોડી નાખેલ છે તેવું કહીને મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો: સામસામે ફરિયાદ મોરબીના પીપળીયા ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જાંબુડીયા નજીક કારખાનાના માટી ખાતામાં લોડરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટમાં પાણી બાબતે આધેડ ઉપર ધોકા અને ધારિયા વડે હુમલો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના 8 સિરામિક ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ 1.62 કરોડની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE







મોરબીના 8 સિરામિક ઉદ્યોગકારો સાથે કરવામાં આવેલ 1.62 કરોડની ઠગાઇના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા વિદેશમાં ચીજ વસ્તુઓની સપ્લાય કરવામાં આવતી હોય છે અને એક્સપોર્ટના ધંધા કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા આઈસીગેટ સ્કીમ મારફતે એક્સપોર્ટ કરેલા ધંધાની રકમ આધારિત સ્કીમમાં સરકાર તરફથી વળતર આપવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોને 1,62,78,858 રૂપિયા સરકાર તરફથી આઈસીગેટ યુઝર એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા જેને યેનકેન પ્રકારે ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર તથા ખોટા જીમેલ આઇડી અને ડિજિટલ સિગ્નેચર બનાવીને તેનો ઉપયોગ કરનારાઓ દ્વારા તે નાણાંની ઠગાઇ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં આવેલ પ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઈ વલમજીભાઇ પાંચોટિયા (36)એ ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર તથા ફ્રોડ આઈસીઈ ગેટ યુઝર બનાવવા માટે ખોટા ઇ-મેલ આઇડી બનાવનાર વાપરનાર તથા ડિજિટલ સિગ્નેચર બનાવનાર અને તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદી તથા સાહેદોની પેઢી અને કંપનીઓ દ્વારા વિદેશમાં સીરામીકની ચીજ વસ્તુઓને એક્સપોર્ટ કરવાનો ધંધો કરવામાં આવે છે અને ભારત સરકારના આઈસીઆઈ ગેટ સ્કીમ મારફતે એક્સપોર્ટ કરેલ ધંધાની રકમ આધારિત આઈસીઇ ગેટ રોડટેપ સ્કીમમાં સરકાર તરફથી તેઓને 1,62,78,858 ની રકમ ફરિયાદી તથા સાહેદોની પેઢી અને કંપનીઓને આઈસીઇ ગેટ યુઝર એકાઉન્ટમાં જમા થયેલ હતી જે નાણાં કોઈપણ અજાણ્યા માણસોએ પોતાના આર્થિક ફાયદા માટે પોતાનું મિલાપીપણું કરી ગુનાહિત કાવતરું રચીને ફરિયાદી તથા સાહેદોની પેઢી અને કંપનીઓની જાણ બહાર ફરિયાદી તથા સાહેદોની કંપની અને પેઢીના કીમતી દસ્તાવેજોમાં ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને યેનકેન પ્રકારે ખોટા દસ્તાવેજો ઉભા કરી આઈસીઇ ગેટમાં યુઝર આઇડી રજીસ્ટ્રેશન કરાવવા તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ફરિયાદી તથા સાહેદની કંપનીઓ અને પેઢીઓના નામના ખોટા ઇમેઈ આઇડી બનાવી ડિજિટલ સિગ્નેચર બનાવી મોબાઈલ નંબર ખોટા ઉમેરી તેનો ખરા તરીકે આઈસીઈ ગેટ પોર્ટલમાં યુઝર આઇડી બનાવવામાં ઉપયોગ કરી ખોટા યુઝર આઇડી બનાવીને નાણાંની સ્કીપો બનાવી અન્ય આઈસીઇ ગેટ યુઝર આઈડીમાં તેને ટ્રાન્સફર કરી ફરિયાદી તથા સાહેદોને સરકાર તરફથી મળેલ 1,62,78,858 રૂપિયાની ઠાગાઈ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે પહેલા આરોપી જયપાલ રમેશભાઈ મોરે અને લલન પ્રભુનાથ યાદવ નામના બે આરોપીને ઝડપી લીધા હતા અને ત્યાર બાદ હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સચિન સુશીલકુમાર ગર્ગ રહે. 108 સુમન વીલા ભટા રોડ ગાઝીયાબાદ ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલા હવાલે કરેલ છે.






Latest News