મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા


SHARE





















મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા

નિયત સમયમાં તપાસનોંધની પૂર્તતા નહીં કરનાર સંસ્થાઓ સામે નામદાર અદાલતમાં કેસ દાખલ કરવા કડક કાર્યવાહી હાથ ધરાશે, બસ સ્ટેશન ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો; બાળ મજૂરી દેખાય તો શ્રમ આયુક્ત કચેરી કે હેલ્પલાઇન ૧૦૯૮ પર જાણ કરવા અનુરોધ

વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ (૧૨ જૂન) અન્વયે મોરબી જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જૂન માસ દરમિયાન બાળ અને તરુણ શ્રમિક પ્રથા નાબૂદી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ સઘન ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા જિલ્લાના ૬ શંકાસ્પદ સ્થળોએ આકસ્મિક રેઇડ પાડીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.આ સફળ ઓપરેશન દરમિયાન મહેન્દ્રનગર વિસ્તારમાંથી બે, ટંકારા વિસ્તારમાંથી બે અને લજાઈ વિસ્તારમાંથી એક મળી કુલ ૫ તરુણ શ્રમયોગીઓને બાળ મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયા હતા અને સંબંધિત નિયમભંગ કરનાર સંસ્થાઓ વિરૂદ્ધ કાયદાકીય તપાસ નોંધ પસાર કરવામાં આવી છે. આ તપાસ નોંધની નિયત સમય મર્યાદામાં પૂર્તતા કરવામાં નહીં આવે તો તે તમામ સંસ્થાઓ વિરૂદ્ધ નામદાર અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે.

કાયદાકીય અમલીકરણની સાથે સામાજિક ચેતના જગાડવાના હેતુથી મોરબી બસ સ્ટેશન ખાતે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. રેઇડ અને પેટ્રોલિંગ દરમિયાન જિલ્લાના હોટલ, ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને પોતાના એકમોમાં કોઈપણ બાળ કે તરુણ શ્રમિકને કામે ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે.જો કોઈ પણ સ્થળે બાળ મજૂરી થતી હોવાનું આપના ધ્યાને આવે તો તુરંત જ ‘મદદનીશ શ્રમ આયુક્તની કચેરી-મોરબી’ અથવા ‘ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮’ પર તેની સચોટ જાણ કરવા મોરબીના મદદનીશ શ્રમ આયુક્તશ્રી જે.આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.










Latest News