મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન


SHARE





મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન

ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ માગી લેતી જટિલ સારવાર ગુજરાત સરકારના પ્રયાસોથી બિલકુલ મફત થતાં વાલીએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો
શહેરથી લઈને ગામડાના અંતિમ છેવાડાના બાળકના સુદ્રઢ સ્વાસ્થ્ય માટે કાર્યરત ગુજરાત સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) અંતર્ગત મોરબી જિલ્લામાં વધુ એક માસૂમ બાળકને નવજીવન મળ્યું છે. મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા અને જન્મજાત હૃદયરોગની ગંભીર ખામી ધરાવતું બાળક કૃષિવ શક્તિપરી ગોસાઈ આ યોજનાના હેઠળ સચોટ અને નિઃશુલ્ક સારવાર મળતા તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની આર.બી.એસ.કે. (RBSK) ની હેલ્થ ટીમ દ્વારા શાળામાં નિયમિત સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તબીબોની સતર્કતાથી બાળકના હૃદયમાં જન્મજાત તકલીફ હોવાનું ધ્યાને આવ્યું હતું.ટીમએ સમય ગુમાવ્યા વિના બાળકને તુરંત વધુ તપાસ અને મૂલ્યાંકન અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, જ્યાં બાળરોગ નિષ્ણાતે તપાસીને હૃદયની જટિલ સર્જરી માટે અમદાવાદની પ્રખ્યાત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે જવા સલાહ આપી હતી.

સરકારની આ યોજના હેઠળ તમામ તબીબી અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરી, ગત ૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે કૃષિવના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સફળ ઓપરેશન બાદ બાળકને હોસ્પિટલમાંથી સકુશળ રજા આપવામાં આવી હતી. ઓપરેશન બાદ પણ મોરબીની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકનો નિયમિત ફોલો-અપ લેવામાં આવી રહ્યું છે અને હાલ કૃષિવ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હસતો-ખેલતો થયો છે. સામાન્ય સંજોગોમાં ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ માગી લેતી આ મોંઘી સારવાર રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને લીધે વિનામૂલ્યે થતાં કૃષિવના વાલીએ આર.બી.એસ.કે. ટીમ અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.RBSK યોજના હેઠળ જન્મથી લઇ 18 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કરવામાં આવે છે. જરૂર પડ્યે બાળકને પ્રાઇમરી અને સર્જરી પ્રકારની તમામ આરોગ્ય લક્ષી  સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા મોબાઈલ વાન સાથે સજ્જ RBSK ની ટીમ બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે મહત્વની ભૂમિકા  ભજવી રહી છે.




Latest News