મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાનામાં રહેતી પરણીતા ગુમ થઈ હતી જેથી ગુમ થઈ ગયેલ મહિલાને પોલીસ અને પરિવારના લોકો શોધી રહ્યા હતા દરમિયાન પરણીતાએ તેના બનેવી સાથે નદીના પટ પાસે ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હોય બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને મહિલાને તેના બનેવી સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં મચ્છુ નદીના ઝાડની ડાળી સાથે રવિભાઈ ધીરુભાઈ વાલાણી (27) રહે. લીલાપર રોડ મોરબી તથા ભાવનાબેન લક્ષ્મણભાઈ બારૈયા (23) રહે. લીલાપર રોડ મોરબી વાળાએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસ દરમિયાન ભાવનાબેન બારૈયા પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી તેના પરિવારજનો શોધી રહયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમસુધા ફરિયાદ પણ આપવામાં આવી હતી જેથી પોલીસ પણ મહિલાને શોધી રહી હતી તેવામાં ભાવનાબેન અને રવિ વાલાણીસાથે આપઘાતનો પ્રયાસ કર્યો હોય રવિ વાલાણીને પ્રાથમીક સારવાર મોરબીમાં આપવામાં આવ્યા બાદ તેને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને ભાવનાબેનને તેના બનેવી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંનેએકસાથે આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

3 બોટલ દારૂ
મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 360 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે ચિરાગ ગણપતભાઈ ગામી (32) રહે. સનાળા બાયપાસ કિંગ પેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના બગથળા ગામે રહેતા રંજનબેન પ્રવીણભાઈ ચાવડા (46) નામના મહિલાને ટંકારાના બ્રિજ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News