હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત


SHARE









મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત

મોરબીના બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવાનના સાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, સરવર કારગત ન વિવાદતા તેનું પણ સારવારમાં મોત નીપજયું છે જેથી આ બનાવની તાલુકા પોલીસ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રાજુભાઈ દિલીપભાઈ અજનાર (26) નામનો યુવાન તેના સાળા શીવાભાઈ રાધેશ્યામ રાવત (25)ની સાથે બાઈક નંબર જીજે 4 ઇ એન 7932 ઉપર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી થોડા દિવસ પહેલા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રાજુભાઈ અજનારનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે મૃતકના સાળા શીવાભાઈ રાવતને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાના હાલમાં તેનું પણ મોત  નીપજયું છે આમ અકસ્માતના આ બનાવમાં સાળા અને બનેવીનું મોત નીપજયું છે જેથી અગાઉ મૃતક યુવાનના મિત્ર કરણભાઈ ઉર્ફે કાળુ કાંતિભાઈ સોલંકી (22)એ ટ્રક નંબર જીજે 39 ટી 7838 ના ચાલક સામે ફરિયાદ કરી હતી તેમાં પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે




Latest News