મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ


SHARE







 

વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ

વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આશરે ૫૫ વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલત લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકથી આધેડનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હોય તે અંગેની જાણ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અ.મોત.નં.૪૭/૨૦૨૬ ના કામે તા.૭-૭-૨૬ ના સાંજે ૫:૩૦ વાગ્યા પહેલા બનેલ હોય અને મરણ જનાર અજાણ્યો પુરુષ આશરે ઉ.વ.૫૫ વાળો જે તારાપુર જી.આણંદથી રાજકોટ કોઇ કારખાનામાં મજુરી અર્થે આવતો હોય અને સાંજના ચારેક વાગ્યે વાંકાનેર બાઉન્ટ્રી ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર આવેલ મોમાઇ હોટલ પાસે તા.વાકાનેર જી મોરબી પાસે આઇસરમાંથી નિયે ઉતરેલ તે દરમ્યાન કોઇ કારણસર બેભાન થઈ જતા ૧૦૮ મારફતે સારવારમા ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ ઉપરના તબીબે મરણ ગયેલ જાહેર કરેલ છે અને આ કામે મરણ જનાર અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૫૫ વાળા લાશનુ ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. થઇ ગયેલ હોય અને મરણ જનારના વાલી-વારસ મળી આવેલ ન હોય અને બિનવારશી હોય જેથી આ અજાણ્યા પુરૂષની લાશ વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે અને મરણ જનારની લાશ જોતા શરીરે મધ્યમ બાંધો વાને ઘઉંવર્ણ શરીરે સફેદ કોફી કલરનો ચેક્સવાળો આખી બાઇનો શર્ટ તથા બ્લુ કલરની ગંજી તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને લાશના ડાબા ગાલ ઉપર કાળા તલનુ નિશાન જોવામા આવે છે તથા માથામા કાળા વાળ છે અને જીણી સફેદ મુછ છે તેમજ બન્ને પગના નળામા ખરજવાના કાળાસ પડતા નિશાનો છે.જેથી આ અંગે વાલીવારસ મળી આવે તે માટે  કોઇને કોઇ પ્રકારની માહીતી હોય તો તરાસ અધિકારી વી.આર.પરમાર મો.૭૫૭૪૦ઍ૪૧૦૪૧ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મો.૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News