હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી


SHARE









મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલાને મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધી હતી અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ઓટો રીક્ષામા પેસેન્જરના સ્વાંગમાં બેસી અન્ય બેઠેલ પેસેન્જરોના દર દાગીનાની ચોરીઓના બનાવો બનેલ હતા તેવામાં મોરબી નવા બસ સ્ટેશન પાસે અને સુપર ટોકીઝ નજીક બે પુરૂષ તથા છ મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હતા જેથી  મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં મહિલાઓની પુછપરછ કરવામાં આવી હતી ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી તેઓને એલ.સી.બી. કચેરીએ લાવીને પોલીસે આગવી ઢબે પુછપરછ કરી હતી દરમ્યાન એક મહિલા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું હતું તેમજ બે પુરૂષો પૈકીના સરીફઅહેમદ રમઝાનખાન ઇસાક ખાન ફકીર તથા મહિલાઓ પૈકી પુષ્પાબેન રામપાલ વર્ષ 2025 માં સુરત શહેરમા ચોરીના ગુનામા પકડાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી ઓટો રીક્ષામા મુસાફરી કરતા પેસેન્જરો સાથે બેસીને તેઓની નજર ચુકવીને બેગ/ પર્સમાંથી રોકડ રકમ તથા કિંમત સોનાના દાગીનાની ચોરી કરવાની ટેવા વાળા હોવાનું સામે આવ્યું હતું જો કે, મોરબીમાં ગુનાને અંજામ આપે તે પહેલા હરીયાણાની આંતરરાજ્ય ટોળકીના બે પુરૂષ તથા છ મહિલાઓને એલસીબીને ઝડપી લીધા હતા.

હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં સરીફઅહેમદ રમઝાનખાન ફકીર (30) રહે. પીંગોરગામ જુમ્મામસ્જીદ પાસે, તા.હોડલ હરિયાણા, રવી ભુરાસિંગ ચમાર (26) રહે. ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની તા.બલ્લવડ હરીયાણા, મમતાબેન રવી ચમાર (25) રહે. ફતેપુર બીલોચ, મહાદેવ કોલોની તા.બલ્લવડ હરીયાણા, પુષ્પાબેન રામપાલ ચમાર (50) રહે. પીંગોર, પલવર હરીયાણા, સુમન સેરા ચમાર (30) રહે.પીંગોર, પલવર તા. સદર હરીયાણા અને ક્રાંતિ નિસુ ચમાર (20) રહે.પીંગોર, પલવર હરીયાણા, ક્રિષ્ના રામપાલ ચમાર (18) રહે. પીંગોર, પલવર હરીયાણા અને પુનમબેન રાજકુમાર ચમાર (35) રહે. પીંગોરગામ, નાલાની પાસે તા.હોડલ હરિયાણા વાળાનો સમાવેશ થાય છે અને આરોપી પુનમબેન ચમાર રાજકોટમાં ચોરીના ગુનામા સંડોવાયેલ છે જેથી આ અંગેની ગાંધીગ્રામ પોલીસ ખાતે સોંપી દેવામાં આવેલ છે. અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપીયા 9400, એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 9900 નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ સાહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News