મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઇ-ટાઇલ્સ નામના કારખાનાના કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઝેરી સાપ કરડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મોરબીના જેતપર રોડ ઉપર ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઇ-ટાઇલ્સ કંપનીના લેબર કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા સરોજભાઈ નગીનભાઈ યાદવ (25) નામનો યુવાન લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તેને ઝેરી સાકરડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મનોજભાઈ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નવા બસ સ્ટેશન નજીક હંસાબેન દિનેશભાઈ મકવાણા (44) રહે. લાયન્સનગર તથા શારદાબેન પરમાર (55) રહે. સબ જેલ સામે મોરબી વાળાને તેઓ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો તો જે બનાવમાં ઇજા પામેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News