મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો


SHARE









વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો

વાંકાનેરના ખખાણા ગામે આઠેક દિવસ પહેલા રસ્તામાં ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને બે મહિલાઓ ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે એક મહિલાને કપાળના ભાગે તથા બીજી મહિલાને હાથે પગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવીને ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા હેતલબેન અનિલભાઈ થોરીયા (25)એ સુરેશભાઈ ગોવિંદભાઈ ગોધાણી, સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી, કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી અને રવિભાઈ સંગ્રામભાઇ ગોધાણી રહે. બધા ખખાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીઓએ અગાઉ સાતથી  આઠ દિવસ પહેલા રસ્તા ઉપર ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખીને ફરિયાદીના ઘર પાસે આવીને ફરિયાદી તથા સાહેદને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરિયાદીને કપાળના ભાગે માર માર્યો હતો તથા સાહેદ રતનબેનને પગના ભાગે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સ્કુટીમાં નુકસાની કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા સહિત બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News