મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ


SHARE





















મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ

મોરબીમાં ભારત વિકાસ પરિષદની શાખા તથા ઇંડિયન મેડિકલ એસો.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સભારા વાડી પ્રાથમિક વિદ્યાલય, શનાળા–ઘુનડા રોડ, મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ શિબિરનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને આ શિબિરમાં ડૉ. વિપુલભાઈ કાવર (ન્યુટેક ડાયોગ્નોસ્ટિક લેબોરેટરી) તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. ઉલેખનીય છે કે, આ કેમ્પ માટે ન્યુટેક ડાયોગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, પર્યાવરણ કન્વિનર ડૉ. ચિરાગભાઈ અઘારા, શાખાના સચિવ વિશાલભાઈ બરાસરા, કોમલબેન પનારા, પ્રજ્ઞાબેન જીવાણી, અલ્પાબેન વાડસોલા, હીનાબેન કુંડારિયા, જ્યોત્સનાબેન કુંડારિયા તથા પારુલબેન ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સભારા વાડી પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય, તમામ સ્ટાફ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેવી માહિતી સંસ્થાના અધ્યક્ષ ચિરાગભાઈ હોથી તેમજ હિરેનભાઇ ધોરિયાણી અને વિશાલભાઈ બરાસરા દ્વારા આપવામાં આવેલ છે.










Latest News