મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર


SHARE





















મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી અને ખાસ કરીને 4200 ગ્રેડ પે ની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ન્યાયિક માંગને બળ આપવા માટે મોરબીમાં શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું હતું.

સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો સ્નેહમિલનના કાર્યક્રમમાં આવ્યા હતા અને પડતર માંગણીઓ માટે એકજૂથ થઈને પોતાનો સૂર બુલંદ કર્યો હતો. અને તેઓની રજૂઆત સરકાર સુધી પહોચે તે માટે ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તેમજ ‘રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ના હોદ્દેદારોને પણ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. અને ધો. 6 થી 8 ના શિક્ષકોએ 4200 ગ્રેડ પે તેમનો હક હોવાની રજૂઆત તથ્યો સાથે સંઘના હોદ્દેદારો સમક્ષ મૂકી હતી. શિક્ષકોની રજૂઆતો અને લાગણીઓને હોદ્દેદારોએ સાંભળીને આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ સક્ષમ સત્તાધીશો સમક્ષ યોગ્ય મંચ પર રજૂ કરી સકારાત્મક ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે આ માંગણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.










Latest News