મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ


SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ

મોરબીમાં ભારત વિકાસ પરિષદની શાખા તથા ઇંડિયન મેડિકલ એસો.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સભારા વાડી પ્રાથમિક વિદ્યાલયશનાળાઘુનડા રોડમોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપબ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ શિબિરનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને આ શિબિરમાં ડૉ. વિપુલભાઈ કાવર (ન્યુટેક ડાયોગ્નોસ્ટિક લેબોરેટરી) તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. ઉલેખનીય છે કે, આ કેમ્પ માટે ન્યુટેક ડાયોગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારાપર્યાવરણ કન્વિનર ડૉ. ચિરાગભાઈ અઘારાશાખાના સચિવ વિશાલભાઈ બરાસરાકોમલબેન પનારાપ્રજ્ઞાબેન જીવાણીઅલ્પાબેન વાડસોલાહીનાબેન કુંડારિયાજ્યોત્સનાબેન કુંડારિયા તથા પારુલબેન ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સભારા વાડી પ્રાથમિક વિદ્યાલયના આચાર્યતમામ સ્ટાફ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેવી માહિતી સંસ્થાના અધ્યક્ષ ચિરાગભાઈ હોથી તેમજ હિરેનભાઇ ધોરિયાણી અને વિશાલભાઈ બરાસરા દ્વારા આપવામાં આવેલ છે.






Latest News