મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: 3 મહિલા સહિત કુલ 9 પકડાયા


SHARE







મોરબીમાં જુગારની બે રેડ: 3 મહિલા સહિત કુલ 9 પકડાયા

મોરબીના વાવડી ગામે આવેલ જેક્સ વિલા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા જયારે મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતા જેથી બંને જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના વાવડી ગામ નજીક આવેલ જેક્સ વિલા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદભાઈ અવધેશભાઇ તિવારી (28) રહે. પાસકોન કંપનીમાં રંગપર, ક્રિષ્નાભાઈ બલદાવ શુક્લા (24) રહે. પાસકોશ કંપનીમાં રંગપર, સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરસનભાઈ કાથરાણી (45) રહે. વાધરવા, મેરૂનબેન સલીમભાઈ પંજવાણી (47) રહે. આનંદ નગર સોસાયટી મોરબી અને સરોજબેન રાજેશભાઈ પરમાર (50) રહે. નાનીવાવડી જેક્સ વિલા સોસાયટી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 12,700 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે જુગારની બીજી રેડ મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર કરવામાં આવી હતી ત્યા ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા મહેબુબભાઇ સુલેમાનભાઈ સુમરા (32) રહે. રણછોડનગર મોરબી, હાશમભાઈ જુમાભાઇ ઘણીયા (50) રહે. રણછોડનગર મોરબી સબીરભાઈ કાસમભાઇ સુમરા (34) રહે. વીસીપરા મોરબી અને ઉમરભાઈ અક્રમભાઈ સુમરા (44) રહે. વાવડી રોડ સુમરા સોસાયટી મોરબી વાળા મળી આવતા પોલીસે 6700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મકનસર ગામ પાસે આવેલ ઈમાનદાર એસ્ટેટમાં આવેલ કાશીબા કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ જશુભાઈ દાવર (27) ડમ્પર નંબર જીજે 36 વી 9405 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મકસર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ નજીકથી ફરીયાદીનો સાળો રાહુલભાઈ સર્વિસ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા રાહુલભાઈને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે જાગ્રસ્ત યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News