મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું તેરા તુજકો અર્પણ: વાકાનેર તાલુકા પોલીસે 5.17 લાખના 21 મોબાઇલ મૂળ માલિકને પાછા આપ્યા મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી


SHARE







મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી !


મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં અજાણ્યા બે શખ્સો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં ચાલુ વીજ લઈને કટ કરીને કારખાનામાંથી 80 મીટર વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 40,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની કારખાનેદારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


મોરબીના એસપી રોડ ઉપર આવેલ ફ્લોરા 57 ખાતે રહેતા અંકુરભાઈ ડાયાભાઈ કગથરા (44) એ અજાણ્યા બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રોલેક્સ સ્પ્રે ડાયલ નામનું માર્બલનું તેમનું કારખાનું આવેલું છે અને તે કારખાનાની અંદર ગત તા 5/7 ના રાત્રિના 10:00 વાગ્યાથી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા બે શખ્સો દ્વારા દિવાલ કૂદીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનાના ગોડાઉનની બહારના ભાગમાં ચાલુ ઈલેક્ટ્રીક વાયર લાઈનને કાપીને 80 મીટર જેટલા કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની કારખાનેદારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News