મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા દેવજીભાઈ બાબુભાઈ ગેડીયા (ઉંમર ૫૦) ધંધો સિક્યુરિટી મેન વાળાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે, તેઓને દીકરી રીટાબેન દેવજીભાઈ ગેડિયા (ઉમર ૨૨) તા.૯-૭ ના સવારે ઘરેથી ચપ્પલ સીવડાવવા માટે જાવ છું.તેમ કહીને નીકળ્યા બાદ પરત આવેલ નથી.અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો કોઈ પતો લાગ્યો નથી.જેથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ આ બાબતે ગુમસુધા નોંધ દાખલ થતા સ્ટાફના એમ.પી.ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મ મંગલ સોસાયટી પાસેની સાનિધ્ય પાર્ક વિસ્તારમાં રહેતી ભૂમિબેન મનસુખભાઈ કાવર નામની ૨૨ વર્ષની યુવતી થોડા સમય પહેલા ગુમ થઈ હતી. જે અંગે તેના ભાઈ કાર્તિક કાવર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.તેથી પોલીસે તપાસ ચલાવી હતી.દરમિયાનમાં સામે આવ્યું હતું કે, ગુમ થયેલા ભૂમિબેન મનસુખભાઈ કાવરે ઓમભાઇ હિરેનભાઈ વરમોરા (૨૨) રહે.સરા પ્લોટ વિસ્તાર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર સાથે લવ મેરેજ કરી લીધેલ છે.જેથી પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ધવલ પાન પાસે રહેતા હિંમતભાઈ બાબુભાઈ ચીખલીયા નામનો ૪૦ વર્ષનો યુવાન નવલખી રોડ સેંટ મેરી સ્કૂલ પાસે રોડ ઉપર ફીનાઈલ પી ગયો હતો.જેથી તેને સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસમાં જાણ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે હિંમતભાઈને બાંધકામનો ધંધો ચાલતો ન હોય અને કારના હપ્તા ચડી ગયા હોય તથા મિત્રો પાસેથી લીધેલી ઉછીની રકમ પરત આપવાની હોય પરંતુ પૈસાની વ્યવસ્થા ન હોય તેથી આર્થિક ટેન્શનમાં આવી જતા તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતુ.

દારૂ પકડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં સલાટ શેરીના ખૂણે મહિલા દુકાન ચલાવતી હોય દુકાન પાસેથી ૪૦ લીટર દારૂ મળી આવતા હાલમાં શબાનાબેન બિલાલભાઈ બસીરભાઇ ખલીફા (૩૦) રહે.ઇન્દિરાનગર સામે દારૂ અંગે ગુનો દાખલ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પોલીસ ચોકી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા આશિષભાઈ રમેશભાઈ રાઠોડ (૩૦) રહે.મહેન્દ્રનગરને ઈજા થઈ હોય તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ઘુંટું ગામે રહેતા મનસુખભાઈ બાબુભાઈ ચૌહાણ (૫૫) નામના આધેડ અશ્વિનભાઈને ત્યાં કામ કરતા હતા ત્યારે કામ દરમિયાન સીડી ઉપરથી પડી ગયા હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News