મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન
મોરબીમાં વિદ્યાર્થીઓના વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને રૂપિયા પડાવવાના ગુનામાં રીઢા ગુનેગારની ધરપકડ
SHARE
મોરબીમાં વિદ્યાર્થીઓના વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને રૂપિયા પડાવવાના ગુનામાં રીઢા ગુનેગારની ધરપકડ
વર્તમાન સમયમાં યનકેન પ્રકારે સાઇબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે તેવામાં મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરવામાં આવ્યું હતું તેમાંથી વિદ્યાર્થીની માતાનો મોબાઈલ નંબર મેળવી લઈને શાળાના સંચાલકના નામે ફોન કરીને મહિલાની પાસેથી ઓટીપી મેળવી લીધો હતો અને બાદમાં તે મહિલાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને હેક કરીને 30,000 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ મહિલાના પતિએ તેના ભાગીદારના ફોનમાંથી સામે વાળાને ફોન કરતા કર્યો હોય તેને ધમકી આપીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જે ગુનામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમની ટીમે 13 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
મોરબીના ઘૂનડા રોડ ઉપર આવેલ ફ્લોરા 11 માં રહેતા સીરામીક કારખાનેદાર ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટિયા (34) એ થોડા દિવસો પહેલા જુદા જુદા બે મોબાઈલ ફોન નંબર 73855 99069 અને 92740 42378 ના ધારકોની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓની દીકરી નાલંદા વિદ્યાલયમાં ભણતી હોય સ્કૂલનું વ્હોટસએપ ગ્રુપ હેક કરીને તેમાંથી ફરિયાદીના પત્ની શિલ્પાબેનનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ નાલંદા વિદ્યાલયના સંચાલક કાર્તિકભાઈ પાંચોટિયા તરીકેની ઓળખ આપીને તેઓને ફોન કરવામાં આવ્યો હતો અને શિલ્પાબેન પાસેથી ઓટીપી નંબર મેળવી લીધો હતો ત્યારબાદ શિલ્પાબેન ના વ્હોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ હેક કરવામાં આવ્યું હતું અને તેઓની સાથે જોડાયેલા વ્યક્તિઓને મેસેજ કરીને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. દરમિયાન શિલ્પાબેનના ભાઈ તેમજ બનેવી પાસેથી કુલ મળીને 30000 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા.
જે અંગેની શિલ્પાબેનએ તેના પતિને જાણ કરતા જે નંબર ઉપરથી પૈસા માટે થઈને ફોન આવ્યો હતો તેમાં ફરિયાદીએ ફોન કર્યો હતો ત્યારે તેઓની સાથે સામેવાળી વ્યક્તિએ વાત કરી ન હતી અને ફોન કટ કરી નાખ્યો હતો જેથી તેઓએ પોતાના ભાગીદાર વિશાલભાઈ લક્ષ્મણભાઈ ભોરણીયાના મોબાઈલ ફોન ઉપરથી ફોન કર્યો હતો ત્યારબાદ બીજા દિવસે વિશાલભાઈ ભોરણીયાના ફોનમાં ફ્રોડ કરનાર વ્યક્તિએ રાત્રિના સમયે ફોન કરીને દસ લાખ રૂપિયાની ખંડણી માગીને ભડાકે દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે,કે,દરબાદ પાસેથી મળતી માહિતી મુજબ આ ગુનામાં હાલમાં આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઇ પ્રજાપતીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીની સામે અમરેલી, નડિયાદ, વલસાડ, તલોદ, મોરબી, નવસારી અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ઠગાઇ, જુગાર અને ધમકીને લગતા જુદાજુદા 13 જેટલા ગુના નોંધાયેલ છે. અને આરોપી ગુજરાતમાં ગુનો કરીને ગોવા જતો રહેતો હતો. હાલમાં પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપી ટુ કોલર મારફત ફોન કરીને માહિતી મેળવતો હતો અને ખાસ કરીને મહિલાઓના નંબરની વિગત મેળવીને તેઓને ફોન કરી ભૂલથી તમારામાં એક ઓ.ટી.પી. આવેલ છે તેમ કરીને તેઓની પાસેથી ઓ.ટી.પી. મેળવી લેતો હતો અને ત્યાર બાદ મહિલાનું વ્હોટસએપ હેક કરીને સ્કૂલના સંચાલકનુ નામ ધારણ કરીને સ્કુલના વ્હોટસએપ ગૃપમા જોડાયેલ વાલીઓને મેસેજ તથા ફોન કરીને સ્કૂલ ફીના નામે ઇમોશનલી બ્લેક મેઇલ કરીને તેમજ ડરાવી ધમકાવીને રૂપિયા પડાવી લેતો હતો.