મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને મોરબીમાં મહિલાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી: પતિ સહિત 5 સામે ફરિયાદ મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા હળવદના કવાડીયા ગામે કામ ધંધો કરવા માટે પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત ટંકારાના નેકનામ ગામે વાડીએ પરિણીતાએ જીવન ટુકાવ્યું: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો: 1.09 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE







મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News