મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ


SHARE





અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ૬૨ મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં  ISSF પુરુષ ઓપન 25 મીટર સ્ટાડૅડ સ્પીસ્તોલ સ્પર્ધામાં મૂળ હરીપર (કે)ના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા દીપ ભુપેન્દ્રભાઇ પટેલે (અંદરપા)એ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં તેઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

દિપ પટેલ  પોતાના શૂટિંગ કારકિર્દીની શરૂઆત પિતામાંથી પ્રેરણા લઈ કરી હતી. અને તેઓએ અગાઉ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યાર બાદ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મહેનત શરૂ કરી હતી અને મર્યાદિત આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ દિપ પટેલ માટે તેના પિતાએ મોંઘી પીસ્તોલ, શૂટિંગ સાધનો, એમ્યુનેશન (કારતુસ) અને તાલીમની સુવિધાઓ ઊભી કરી હતી અને દીપની કારકિર્દીના ઘડતર માટે તેના માતા-પિતાનો અવિરત સહયોગ રહ્યો છે.

તેમના કોચના માર્ગદર્શન હેઠળ દિપ પટેલને વૈજ્ઞાનિક અને વ્યવસાયિક તાલીમ મેળવી, જેના પરિણામે તેમણે રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્તમ સ્કોર સાથે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થઈ બે વાર નેશનલ રિનોન્ડ શૂટર તરીકે માન્યતા મેળવી છે. ૬૨ મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત થયેલો આ બ્રોન્ઝ મેડલ તેમની રમતગમત કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.આ

વધુમાં દિપ પટેલે જણાવ્યું હતું કે તેમના માતા-પિતા, કોચ, ટીમના સાથીદારો, મિત્રો, પરિવારજનો તેમજ ના સતત પ્રોત્સાહન અને સહયોગ વિના આ સફળતા શક્ય બની ન હતી અને અન્ય યુવાન અને યુવતીઓને ધ્યાને રાખીને તેઓએ કહ્યું હતું કે, આ રમતગમતમાં માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ શિસ્ત, આત્મવિશ્વાસ, ધૈર્ય અને નેતૃત્વ જેવા ગુણોનો પણ વિકાસ થાય છે. ત્યારે રાજ્ય સરકાર અને રમતગમત સંસ્થાઓ વધુ સારી તાલીમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તો વધુ સારા પરિણામો મળી શકે છે. હાલમાં મોરબી જીલ્લા હોમગાર્ડ કમાન્ડટ તરીકે દીપ પટેલ ફરજ બજાવે છે




Latest News