મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો

મોરબીમાં શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર, સુલભ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિજ્યોત સોસાયટીમાં નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક લોકોએ લાભ લીધેલ હતો.

કેમ્પમાં લોકોના આરોગ્યની તપાસ કરીને તેઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં પુરુષો, મહિલાઓ તથા બાળકોનો સમાવેશ થાય છે. તમામ લાભાર્થીઓને નિઃશુલ્ક તબીબી પરામર્શ, વ્યક્તિગત આરોગ્ય નિદાન, હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ તેમજ સ્વસ્થ જીવનશૈલી, પોષણ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દ્વારા લોકોને હોમિયોપેથી સારવાર પ્રત્યે વધુ જાગૃત કરવાની સાથે પ્રાથમિક આરોગ્ય સેવાનો લાભ પણ પહોંચાડવામાં આવ્યો હતો.

કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. રાધિકા વ્યાસ, ડૉ. હિરલ ભટાસણા અને ડૉ. ભૂમિકા સોસાએ નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓ વાઘેલા દીપાલી, પરમાર ધારા, જોશી રિદ્ધિ, વાઘેલા આશિષ, સુરુ શિવમ અને નાકુમ તુલસીએ દર્દી નોંધણી, વ્યવસ્થાપન અને સમગ્ર આયોજનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી, જેના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. જો કે, આયોજકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ સંસ્થા દ્વારા ચાલુ રહેશે.






Latest News