મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) ગામે નજીવી વાતમાં વાળ પકડીને યુવાનનું દિવાલમાં માથું અથડાવ્યૂ


SHARE





















મોરબીના બેલા (આ) ગામે નજીવી વાતમાં વાળ પકડીને યુવાનનું દિવાલમાં માથું અથડાવ્યૂ

મોરબીના બેલા (આ) ગામે રહેતા યુવાનને કામે આવવા બાબતે ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને માથાના વાળ તેમજ કાંઠલો પકડીને બજાર તથા દિવાલમાં માથું અથડાવીને જમણી આંખની નેણ ઉપર ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના બેલા (આ) ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ સમા (25) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈકબાલ ઉમરભાઈ જામ રહે. બેલા (આ) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી પોતાના ઘર પાસે શેરીમાં હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને કામે આવવા બાબતે ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમાં વાળા અને શર્ટનો કાઠલો પકડીને તેને બજારમાં તેમજ દીવાલમાં માથું અથડાવીને જમણી આંખની ઉપર નેણ પાસે ઇજા કરેલ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News