મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ, ખોટી સહી કરીને વારસાઈ કરાવનારા દીકરા સામે માતાએ નોંધાવી ફરિયાદ


SHARE





હળવદના મયુરનગર ગામે ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ, ખોટી સહી કરીને વારસાઈ કરાવનારા દીકરા સામે માતાએ નોંધાવી ફરિયાદ

હળવદના મયુરનગર ગામે માતાના નામે આવેલ જમીનને પોતાના નામે કરવા માટે દીકરાએ ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ, ખોટી સહી કરીને ખોટી વારસાઈ બનાવી હતી અને પોતાનું તથા તેના ભાઈનું નામ વારસાઈમા ચડાવી દીધું હતું જેથી હાલમાં ભોગ બનેલ માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દીકરા સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ હળવદ તાલુકાના મયુરનગર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી ખાતે રહેતા ગીતાબેન દિલીપભાઈ ડાંગર (54એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા ધવલભાઈ દિલીપભાઈ ડાંગર રહે. શ્રીનાથજી સોસાયટી, રાજકોટ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના મયૂરનગર ગામે તેઓના નામની ખેતીની જમીન સર્વે નંબર 923 પૈકી 2 વાળી આશરે 10 વીઘા જમીન ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીની જાણ બહાર ખોટું પેઢીનામુ, ખોટું સોગંદનામુ તૈયાર કરીને ફરિયાદીના નામની ખોટી સહીઓ કરી અથવા કરાવડાવીને ખોટી વારસાઈ બનાવી હતી અને તે ખોટી હોવાનું જાણતા હોવા છતાં પણ વારસાઈમાં પોતાનું અને પોતાના ભાઈ સાગરનું નામ ચડાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી હોય હાલમાં માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દીકરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News