મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો ટંકારાના નેકનામ ગામે દીવાલની માથાકૂટમાં હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ લીધી ! મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 8 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું : નવી કલમ ઉમેરી તપાસ શરૂ


SHARE







મોરબીમાં અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું : નવી કલમ ઉમેરી તપાસ શરૂ

મોરબી સામાકાંઠે સો ઓરડી પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ કર્યું હોવા અંગે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસ તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલતા હાલ પોક્સો અને એટ્રોસીટીની કલમો હેઠળ ડીવાયએસપી દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સો ઓરડી પાછળની સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગત તા.3-7ના ગુ થતાં પરિવારજનોએ બી-ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી. જેથી તા.9-7ના રોજ અપહરણનો ગુનો દાખલ થયો હતો.

જે બનાવની તપાસમાં પોલીસે રોહિત ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઇ મેથાણીયા કોળી (ઉ.વ. 25, રહે. તટસઇ, તા. જામજોધપુર, જામનગર)ની અટકાયત કરી હતી. મેડીકલ તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું ફલીત થતાં અપહરણના કેસમાં પોક્સો અને એટ્રોસીટીની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. બાદ એસસીએસટી સેલના વી.બી. દલવાડી અને સ્ટાફ દ્વારા ઉપરોક્ત બનાવમાં રોહિત મેથાણીયાની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે.

યુવતીની ભાળ મળી
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અશોકભાઇ રાઠોડ કોળી (ઉ.વ. 45)એ જાહેર કર્યું હતું કે ગત તા.17-6ના તેઓની દિકરી જાન્વી અશોકભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થઇ ગયેલ છે જે અંગે તાલુકા પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરી હતી. જેની તપાસ સ્ટાફના એમ.પી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓના જણાવ્યા મુજબ ગુમ થયેલ જાન્વી વાંકાનેરના નિલેશ ટીડાળી (કોળી) સાથે મૈત્રી કરાર કર્યા છે અને તેની સાથે રહેવા માંગે છે.

મારામારીમાં ઇજા
મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલ સિરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા સતિષ જાટવને મારામારીમાં ઇજા થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જ્યારે રામકૃષ્ણનગર પાસે આવેલ કુળદેવી પાન પાસે વાહન અકસ્માત થતાં ઇજા પામેલા મુક્તાબેન મીઠાભાઇ ચાવડાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.

યુવાન સારવારમાં
વીસીપરામાં રહેતા અહેમદહુશેન ઇબ્રાહીમભાઇ ભટ્ટી નામના યુવાનને ગર્લ્સ સ્કુલ સામે વીસીફાટક નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે વીસીપરા ચાર ગોડાઉન પાસે રહેતા સુનિલ હેમુભાઇ ગણેશીયાને ઘર નજીક કોઇએ પથ્થર મારતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવતી હાજર
મોરબી વીસીપરાના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા દેવજીભાઇ ગેડીયાએ તેની દિકરી રીટા તા.9-7ના ઘરેથી કંઇ કહ્યા વગર ગુમ થયા હોવા અંગે પોલીસમાં જાણ કરી હતી. જેની તપાસમાં ખુલ્યું હતું કે રીટાબેન ચીરાગ જયંતિભાઇ જોગટ સાથે પોલીસ મથકે હાજર થયા હતા અને પોલીસન સમક્ષ પોતાનું નિવેદન આપતા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.






Latest News