મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકનો અનોખો જ્ઞાનયજ્ઞ : 7 સહભાગીઓએ બે માસમાં 100 સુભાષિત યાદ કર્યા, સંસ્કૃત બોર્ડની શતસુભાષિતપંડિત યોજનાને મળ્યો વેગ


SHARE





મોરબીના શિક્ષકનો અનોખો જ્ઞાનયજ્ઞ : 7 સહભાગીઓએ બે માસમાં 100 સુભાષિત યાદ કર્યા, સંસ્કૃત બોર્ડની શતસુભાષિતપંડિત યોજનાને મળ્યો વેગ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2025 થી સંપૂર્ણ ગીતા યાદ કરનારને गीताभूषणः તેમજ સંસ્કૃતના અમૂલ્ય રત્નો સમા 100 સુભાષિત યાદ કરનારને शतसुभाषितपण्डितः એવોર્ડ આપવામાં આવે છે.

હાલમાં મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ખાંડેકાએ ગત વર્ષે ગાંધીનગર મુકામે આદરણીય શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલીવાલજી તેમજ વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે ઉપરોક્ત બન્ને રાજ્યકક્ષાના એવોર્ડ મેળવેલ છે, ત્યારે આ પરંપરા સતત પ્રવાહિત રહે તેમજ સંસ્કૃત અને સંસ્કૃતિમાં નાનકડું યોગદાન આપી શકે તે હેતુથી તેઓએ  મે 2026 વેકેશન દરમિયાન ગૂગલ મીટ દ્વારા 100 સુભાષિત શીખવાડવા માટે અભ્યાસ વર્ગ શરૂ કર્યા, આ પ્રથમ વર્ગમાં 30 થી પણ વધારે આબાલવૃદ્ધ પ્રતિભાગીઓ જોડાયા તેમજ વર્ગના અંતે આશરે 17 થી પણ વધારે સહભાગીઓએ 100 સુભાષિત યાદ કરીને વર્ગને સફળ બનાવ્યો છે, આ વાતની સફળતા એથી પણ લઈ શકાય  કે આ વર્ગમાં 12 વર્ષથી લઈ 80 વર્ષ સુધીના પ્રતિભાગીઓ જોડાયા હતા.સાથે જ ગુજરાતના અલગ અલગ વિસ્તારથી જોડાયા હતા, જેમકે સુરતથી સુરેશભાઈ ગાંધી, અમિતાબેન શુક્લા, હિરણ્યાબેન શુક્લા, શીતલબેન મુનીમ, અનસૂયાબેન શાહ અને મુસ્કાન શાહ વગેરે જોડાયા હતા. અમદાવાદથી જાગૃતિબેન ઠાકર તેમજ રેની પંચાલ જોડાયા હતા. રાજકોટથી ગીતાબેન પટવારી, જ્યોત્સનાબેન આભાની, ચૌહાણ સેજલ તેમજ ફાતેમા પ્રેસવાલા જોડાયા હતા. બોટાદથી ચૌહાણ ચંદન, ચૌહાણ તેજલ, ચૌહાણ અક્ષિતા, ચૌહાણ દીપિકા, રાઠોડ રિદ્ધિ, રાઠોડ પૂજા વગેરે વિદ્યાર્થીઓ જોડાયા હતા. મોરબીથી દ્રષ્ટિ ત્રિવેદી  અને દૂર્વા વરણવા તેમજ ડાકોરથી આરાધ્યા રાજગોર તેમજ મુંબઈથી પણ એક વિદ્યાર્થિની હિશા જોશી વગેરે જોડાયા હતા. આમાં  પ્રાથમિક, માધ્યમિક તેમજ કોલેજમાંથી તો ખરા જ પરંતુ કેટલાય પ્રતિભાગીઓ  સદ્ગૃહસ્થો પણ હતા અને તેઓ આ વર્ષની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ शतसुभाषितपण्डितः ની ડિગ્રી મેળવશે. આ સફળતાનો શ્રેય તેઓ માતાપિતા , ગુરુજનો, સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તેમજ સંસ્કૃત સમાજને અર્પણ કરે છે.




Latest News