મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 9 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 9 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે

ટંકારાના ઘુનડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગાર રમતા હોવાની હકીકત આધારે રેન્જ આઇજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બંગલા નંબર એ-3 ની અંદરથી જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા 24.30 લાખ તથા મોબાઈલ અને વાહનો મળીને 44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

કચ્છ રેન્જ આઈજી ની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘૂનડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે બંગલો નંબર એ-3 માં જુગાર રમતા હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (36) રહે. ચરાડવા, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (37) રહે. પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (30) રહે. કુબેરનગર-2 મોરબી, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (48) રહે. વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (56) રહે. ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશભાઈ કરસનભાઈ ભીમાણી (40) રહે. નેસડાસુરજી, ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી (૩૩) રહે. શક્તિ સોસાયટી મોરબી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (42) રહે. ન્યુચંદ્રેશ સોસાયટી શેરી નં-3 મોરબી અને દેવશંકર હિમંતલાલ સીતાણી (49) રહે. રાજનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 24,30,800 તથા નવ મોબાઇલ ફોન જેની કિંમત 46,000, બે કાર જેની કિંમત 20 લાખ રૂપિયા આમ કુલ મળીને 44,76,800 નો મુદ્દા માલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતિ મુજબ જે બંગલામાં રેડ કરવામાં આવી છે તે બંગલાનું લાઇટ બિલ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામનું હોવાનું સામે આવ્યું છે અને તેઓ મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ છે તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી ટંકારા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.




Latest News