મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા
SHARE
જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા
મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાની હેઠળ કિસાન સંમેલનનું યોજાયું: મોટી સંખ્યામાં શહેર, તાલુકા અને અન્ય જિલ્લામાંથી ખેડૂતો હાજર રહ્યા: સરકારની બેધારી નીતિના લીધે તમામ વર્ગના લોકોને આંદોલન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું: હવે લોકોએ પોતાના ગામ, શેરી અને શહેરની સ્વયંભૂ 144 લગાવી દેવાની છે: ચિરાગ પટેલ
મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાની હેઠળ કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મોરબી શહેર, તાલુકા અને અન્ય જિલ્લામાંથી ખેડૂતો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સરદાર સેના દ્વારા આગામી સમયમાં ખેડૂતો, વંચિતો, પીડિતો, યુવાનો, મહિલાઓ સહિતનાઓનું જે હાલમાં યેનકેન પ્રકારે શોષણ કરવામાં આવે છે તેનો અવાજ બનીને સરકાર સામે લાલ આંખ કરીને સરદારગીરી સાથે લડત ચલાવવામાં આવશે તેવો હુંકાર મંચ ઉપરથી નીલેશ એરવાડીયા દ્વારા કરવામાં આવ્યો હતો
ગુજરાત સરદાર સેનાની નીલેશ એરવાડીયા દ્વારા રચના કરવામાં આવી છે તેનું પહેલુ કિસાન સંમેલન મોરબીના રવાપર ગામે કેપિટલ માર્કેટ નજીક યોજાયું હતું જેમાં ચિરાગ પટેલ, અલ્પાબેન પટેલ, નિલેશભાઈ પટેલ સહિતના અન્ય જિલ્લાના આગેવાનો તથા અઢારેય વર્ણના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે નિલેશ એરવાડીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરની અંદર હાલમાં જે વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેના માટે તેઓને પૂરતું વળતર આપવામાં આવતું નથી, વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપવા માટે જાય તો પેપર ફૂટી જાય છે, મહિલાઓ વિરોધ કરવા જાય તો લાઠીચાર્જ કરવામાં આવે છે આમ યેનકેન પ્રકારે તમામ વર્ગના લોકોને આંદોલન કરવા પડે તેવી સ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે
વધુમાં તેઓએ કહ્યું હતું કે, અગાઉ મારા ઉપર ખોટા કેસ કર્યો હતો હવે ફરી ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખેડૂતોના હક માટેની લડાઈમાં હું ક્યાંય પાછી પાની કરવાનો નથી. જો ગાંધીગીરી કરીએ તો સરકાર સાંભળતી નથી જેથી હવે સરદારગીરી કરવાનો સમય પાકી ગયો છે માટે સરદાર સેનાની રચના કરવામાં આવી છે અને સરદાર સેનાની આગેવાની હેઠળ લડત ચાલુ જ રાખવામાં આવશે અને જો સરકારી તંત્ર બળજબરીથી વીજ કંપનીના થાંભલા ખેડૂતોના ખેતરમાં ઊભ કરશે તો તેને ઉખાડીને 36 રૂપિયા કિલો ભંગારના ભાવે વેચી દેવામાં આવશે. પછી સરકારને જ્યાં ખીલ્લો મારવો હોય ત્યાં ભલે મારી લે.
સરદાર મિશન રિસર્ચ સેન્ટર ડિરેક્ટર ચિરાગભાઈ પટેલે કહ્યું હતું કે ગાંધીનગર ખેડૂતો ટ્રેક્ટર સાથે રજૂઆત કરવા માટે જાય તો ત્યાં 144 લગાવી દેવામાં આવતો હોય તો હવે એ લોકોને ગામમાં આવવા દેવાના થતાં નથી. લોકોએ પોતાના ગામ, શેરી અને શહેરની સ્વયંભૂ 144 લગાવી દેવાની છે. અને બે ધારી નીતિ રાખતી સરકારને હવે દરેક મોરચે સરદાર સેના જવાબ આપશે અને ગામો ગામ સંગઠન બનાવવામાં આવશે