મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો


SHARE





















મોરબીના ઘૂટું ગામની સીમમાં ડેલો બતાવવા ગયેલા યુવાનને 3 શખ્સોએ પાઇપ-ધોકાથી માર માર્યો

મોરબીના ઘૂટું ગામની સીમમાં આઈટીઆઈની પાછળના ભાગમાં આવેલ ડેલો બતાવવા માટે યુવાન તેના બે મિત્રો સાથે ગયો હતો દરમિયાન ડેલા વાળાને તે સારું નહીં લાગતા તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ માર માર્યો હતો ત્યારે યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા તેના મિત્રને પણ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના પીપળી ગામે શાંતિનગર સોસાયટીની પાછળના ભાગમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડ (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ દેગામા અને અમિતભાઈ મુકેશભાઈ દેગામા રહે. બંને પ્રકૃતિ સોસાયટી, મોરબી તથા મુકેશભાઈને ત્યાં કામ કરતો માણસ આમ કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઘ્ંટુ ગામની સીમમાં આઈટીઆઈની સામે મોજે મસ્તરામ હોટલની પાછળના ભાગમાં આરોપી મુકેશભાઈના ડેલા પાસે રોડ ઉપર ફરિયાદી તેના મિત્ર મેહુલભાઈ અને રવિભાઈને મુકેશભાઈ નો ડેલો બતાવવા માટે ફરિયાદી ગયો હતો જે મુકેશભાઇને સારું નહીં લગતા તેઓએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદીના મિત્ર મેહુલભાઈ વચ્ચે છોડાવવા પડતા તેને અમિતે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી તેને હાથમાં ફ્રેક્ચર થયું છે જ્યારે મુકેશભાઈને ત્યાં કામ કરતા શખ્સે લાકડાના ધોકા વડે માર મારીને ફેકચર જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News