મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા


SHARE





















મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા

મોરબીના મકાનસર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી બે યુવાનો ચાલીને જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા ઉમેશભાઈ અશોકભાઈ મકવાણા (19) એ અજાણ્યા વાહનચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી ફરિયાદી તથા સાહેદ આરીફભાઈ બંને ચાલીને શૈલેષ કાંટા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે આરીફભાઈને ડાબા પગના કાંડામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 મોબાઈલ ગુમ

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા હનીફભાઈ નુરમામદભાઈ સુમરા નામના ૩૩ વર્ષના યુવાને ઓનલાઈન ફરિયાદ વડે ફરિયાદ કરી હતી કે વનળિયા ગામે આવેલ સ્કૂલેથી તે ઘરે જતો હતો.તે સમય દરમિયાન તેનો વીવો કંપનીનો રૂપિયા ૨૨,૯૯૦ ની કિંમતનો મોબાઇલ ક્યાંક પડી ગયો છે અથવા તો ગુમ થઈ ગયેલ છે.જે બાબતે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામતા પોલીસે આ બાબતે નોંધ કરીને તપાસ શરૂ કરી છે.










Latest News