મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ


SHARE





















મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ

મોરબીના વાવડી રોડ પર આવેલ માણેક સોસાયટીમાં રહેતી મહિલાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડી કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને 11 મહિલાઓ ઘરમાં જુગાર રમતા મળી આવી હોય પોલીસે તેની પાસેથી 39,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા ગીરઝાબેન પોપટના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ગીરજાબેન મનસુખભાઈ પોપટ (75) તથા નીરૂબેન બાબુભાઈ મકવાણા (53) રહે. મહાવીર નગર શેરી નંબર 4 મોરબી, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ગોસ્વામી (40) રહે. મહેન્દ્રપરા 12 મોરબી, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવિંદભાઈ હર્ષદીયા રહે લાલ પર હનુમાન મંદિરની બાજુમાં મોરબી મનીષાબેન ઉર્ફે લતાબેન ગોવીંદભાઇ હરસધિયા (55)  રહે. લીલપર, મનીષાબેન ઇન્દુલાલ કાનાણી (55) રહે. હાઉસિંગ બોર્ડ કનૈયા ડેરી વાળી શેરી મોરબી, ભાવનાબા ભરતસિંહ જાડેજા (45) રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી, હેમલતાબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા (36) રહે. વાવડી રોડ મોરબી, જોસનાબેન દશરથભાઈ સાવરીયા (55) રહે. એફ-103 પટેલ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, અંજુબા ભરતસિંહ ઝાલા (35) રહે હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા (35) રવાપર રોડ બોની પાર્ક મોરબી અને જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા (41) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 39,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે










Latest News