લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત


SHARE









મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતો યુવાને લાલપર ગામ પાસે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યારે મોરબીમાં અંબિકા રોડ ઉપર રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેમનું મોત થયું હતું

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ છગનભાઈ સોલંકી (34) નામના યુવાને કોઈપણ કારણોસર લાલપર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા કેનાલમાં પડેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડયો હતો. ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના માધાપરના ઝાંપા પાસે અંબિકા રોડ ઉપર રહેતા વડાવરીયા હનીફભાઈ આદમભાઈ (64) પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવી જતા તાત્કાલિક તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News