મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયામાંથી મળી આવેલ બાળકને પરિવારને સુપ્રત કરાયું 


SHARE

















મોરબીના જાંબુડીયામાંથી મળી આવેલ બાળકને પરિવારને સુપ્રત કરાયું 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામેથી આશરે દસેક વર્ષનો બાળક એકલી હાલતમાં મળી આવ્યું હતું જેથી કોઈએ હેલ્પલાઇનને જાણ કરતાં ચાઇલ્ડ હેલ્પલાઇન અને મોરબી તાલુકા પોલીસ દ્વારા બાળકના પરિવારને શોધીને તે બાળક તેમને સુપ્રત કરવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ સ્ટેટ કંટ્રોલમાં કરવામાં આવેલા ફોનને આધારે મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇન તેમજ મોરબી તાલુકા પોલીસ હરકતમાં આવી હતી અને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસેથી મળી આવેલા આશરે દસેક વર્ષના બાળકને તેના વાલીવારસ સુધી પહોંચાડવા તજવીજ શરૂ કરી હતી. પ્રથમ તો મળી આવેલા બાળકે પોતાના પિતા દારૂ પી ને માર મારતા હોય અને ચારેક દિવસથી પોતે ઘરેથી નીકળી ગયો છે તેમ હેલ્પલાઇનના સ્ટાફને જણાવ્યું હતું. બાદમાં હેલ્પલાઇન સ્ટાફ અને પોલીસે તેના પરિવારની તપાસ કરતા તે બાળકનું નામ સાગર ભોળાભાઈ સલાટ ૧૦ વર્ષ હોવાનું ખુલ્યું હતું અને તે પોતાની રીતે જ તેના મોટા બહેન જાંબુડીયા રહેતા હોય તેને ત્યાં કહ્યા વગર આવી ગયો હતો.જો કે પરિવારમાં તપાસ કરતાં તેના પિતાએ તેને માર ન માર્યો હોવાનું અને અવારનવાર આ બાળક ઘરેથી નીકળી જતો હોવાનું ખૂલ્યુ હતુ..! મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઓ ડી.એન.દવે તેમજ હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા સાગરને તેના પરિવાર (મોટા બહેન) ને સુપ્રત કરવા માટેની કામગીરી કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News