મોરબીના જાંબુડીયામાંથી મળી આવેલ બાળકને પરિવારને સુપ્રત કરાયું
મોરબીના ઇસમની દાહોદના ઓઇલ ચોરીના ગુનામાં ધરપકડ
SHARE
મોરબીના ઇસમની દાહોદના ઓઇલ ચોરીના ગુનામાં ધરપકડ
મોરબીના રહેવાસી યુવાનની દાહોદ પોલીસે ઓઇલ ચોરીના ગુનામાં ધરપકડ કરી હોવાનું મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ નાગડાવાસના અને હાલ વાવડી રોડ મિરાપાર્ક વિસ્તારમાં રહેતા રમેશભાઇ સુખાભાઈ ડાંગર નામના ૪૯ વર્ષીય યુવાનની મોરબી ખાતેથી દાહોદ પોલીસ મથકના પીએસઆઇ ડી.એમ.હરીપરાએ ધરપકડ કરી છે.તેઓએ ચોરી, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને કાવતરું ઘડવુની કલમ ૧૨૦ બી સહિતની કલમો હેઠળ હાલમાં રમેશ સુખા ડાંગરની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં દાહોદના પીએસઆઇ હરીપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દાહોદમાંથી આઇઓસીની પાઇપલાઇન જતી હોય દાહોદ વિસ્તારમાં પાઇપ લાઇનમાં પંચર કરીને તેમાંથી ઓઇલ ચોરી કરવામાં આવતી હતી તે બનાવમાં હાલમાં દાહોદ એસપીની સૂચનાથી મોરબી ખાતેથી રમેશ સુખા ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”