મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ


SHARE







મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ

મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫અંતર્ગત તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓની ઇનામી રકમની સુચારુ ચુકવણી અન્વયે ખેલ મહાકુંભ ૨૦૨૫ માં વિજેતા બનેલા જે ખેલાડીઓના બેંક ખાતામાં આજદિન સુધી રોકડ પુરસ્કારની રકમ જમા થઈ નથી, તેવા ખેલાડીઓને તાકીદે જરૂરી આધાર-પુરાવા જમા કરાવવાના રહેશે.

આવા તમામ વિજેતા ખેલાડીઓએ તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ કલાક પહેલાં પોતાના રજીસ્ટ્રેશન સ્લીપની નકલ તથા બેંક વિગત (કેન્સલ ચેક અથવા પાસબુકના પ્રથમ પાનાની નકલ) રૂબરૂ અથવા ટપાલ મારફતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ સામે, સૂર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨ખાતે જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા સુધીમાં માહિતી પૂરી ન પાડનાર ખેલાડીઓના રોકડ પુરસ્કાર અંગે કચેરીની કોઈ જવાબદારી રહેશે નહીં, તેમ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.




Latest News