મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ


SHARE





















મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ OSEM GSEB સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત Student Startup & Innovation Policy (SSIP 2.0) હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. અને આ વિદ્યાર્થીઓના ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે

વધુમાં માહિતી આપતા શાળાના સંચાલકે જણાવ્યુ હતું કે, ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે દરેક ટીમને 20,000 ની ઇનોવેશન ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. અને પસંદ થયેલા પ્રોજેક્ટ્સમાં DataRakshak AI, Customity, Your Vision Crafted to Perfection AI અને Katha Chitra નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઓસેમ ગ્રુપના પ્રમુખ સુમંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓની નવીન વિચારસરણી અને સર્જનાત્મકતા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. ઓસેમ હંમેશાં વિદ્યાર્થીઓને નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે પ્રોત્સાહિત કરતું રહેશે.” આ શાળાના પ્રિન્સિપાલ સના કાઝીએ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ આપી હતી.










Latest News