મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE































મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ

હવામાન વિભાગની આગાહી અનુસાર તા. ૩૧ જુલાઈ થી ૦૨ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને પાક નુકસાની અટકાવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તકેદારીના વિવિધ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને હાલ પૂરતું પાકને પિયત આપવાનું બંધ રાખવા, ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ જંતુનાશક દવાઓ અને ખાતરનો છંટકાવ ટાળવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત, ભારે પવનથી પાકને બચાવવા માટે જરૂરી ટેકા કે મંડપની વ્યવસ્થા કરવા અને હવામાન અંગેની સત્તાવાર માહિતી પર સતત નજર રાખવા જણાવાયું છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતમિત્રોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, જિલ્લા ખેતીવાડી અધિકારી, KVK અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.











Latest News